કરજણનું પાણી નર્મદામાં નંખાશે તો ખેડૂતો અને નાગરિકો માટે પાણી ક્યાંથી લવાશે ? ભાજપ જવાબ આપે. : 22-01-2018
- કરજણમાંથી પાણી નર્મદામાં ઠાલવવા પાછળનું મુખ્ય કારણ નર્મદા જયંતિનો ઉત્સવ, ત્યારે કરજણનું પાણી નર્મદામાં ઠાલવવા પાછળ સાચું કારણ ભાજપ સરકાર જણાવે.
- કરજણનું પાણી નર્મદામાં નંખાશે તો ખેડૂતો અને નાગરિકો માટે પાણી ક્યાંથી લવાશે ? ભાજપ જવાબ આપે.
- નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન.
- દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી ઉપલબ્ધ છે પરંતુ કેનાલના કામો ન કર્યા હોવાથી ૬ મિલીયન એકર ફીટ પાણી દરિયામાં જાય છે.
- કોંગ્રેસની સરકારોએ માત્ર સાત વર્ષમાં નર્મદા યોજનાના ડેમના અતિમુશ્કેલ કામો કરી આપ્યા હતા જ્યારે ભાજપની સરકાર ૨૨ વર્ષ પછી પણ કેનાલ નથી બનાવી શકી.
- કોંગ્રેસની સરકારે માત્ર સાત વર્ષમાં ડેમનું માટી કામ ૧૦૦%, મુખ્ય કેનાલનું કામ ૯૦% અને ડેમના પાયાથી લઈને ફ્લુઈઝ ગેઇટ બંધ કરવાનું અતિમુશ્કેલ કામ પણ કરેલ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો