કચ્છ યુનિવર્સીટીના કાયદા મુજબ સર્ચ કમિટીના ચેરમેન નીમવાની સત્તા માનનીય રાજ્યપાલશ્રીને. : 12-07-2015
ત્રણ વર્ષ સુધી કાર્યકારી કુલપતિથી ચાલતી યુનિવર્સીટીમાં રાજ્ય સરકારે કાયદાનું ઉલ્લંઘન કરીને સર્ચ કમિટીની નિમણુંક કરી. રાજ્ય સરકારે કરેલ નિમણુંક ગેરકાયદેસર.
કચ્છ યુનિવર્સીટીમાં અનેક પ્રકારના વિવાદોના કારણે અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ત્રણ વર્ષ જેટલા સમયથી કાયમી કુલપતિ નથી. ત્યારે કચ્છ યુનિવર્સીટીમાં કાયમી કુલપતિની પસંદગી માટેની સમિતિમાં કચ્છ યુનિવર્સીટીના કાયદા મુજબ મહામહિમ રાજ્યપાલશ્રી હોદ્દાની રૂએ કુલાધિપતિ સર્ચ કમીટીના ચેરમેનની નિમણુંક કરે છે. પણ રાજ્ય સરકારે પણ યુનિવર્સીટીનું સરકારીકરણ કરવું હોય તેમ રાજ્યના શિક્ષા વિભાગે સર્ચ કમિટીની કચ્છ યુનિવર્સીટીના કાયદાની વિરુધ્ધ જઈ નિમણુંક પત્ર આપ્યો છે, જે સંપૂર્ણપણે કચ્છ યુનિવર્સીટીના કાયદાનું ઉલ્લંઘન છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખોટી રીતે કચ્છ યુનિવર્સીટીના કાયદાના ઉલ્લંઘનની ઘટના અંગે વિરોધ વ્યક્ત કરતાં કચ્છ યુનિવર્સીટીની કુલપતિ પસંદગી સમિતિના સભ્ય ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note