ઓ.બી.સી. વિભાગની અગત્યની બેઠક તા. ૩૦-૦૬-૨૦૧૭ : 27-06-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના અધ્યક્ષશ્રી બળદેવજી ઠાકોરે આગામી સંગઠન અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસ પક્ષ ઓ.બી.સી. વિભાગનું સંગઠન મજબૂત અને અસરકારક બને તે માટે ઓ.બી.સી. વિભાગની અગત્યની બેઠક તા. ૩૦/૦૬/૨૦૧૭ ને શુક્રવાર સાંજે ૪-૦૦ કલાકે, રાજીવ ગાંધી ભવન ખાતે યોજાશે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી અશોક ગેહલોતજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહી સંગઠન, ઓ.બી.સી. સમાજના પ્રશ્નો અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો