ઓ.બી.સી. વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ ગઢવીના પદગ્રહણ સમારોહમાં : 07-01-2019

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ઓ.બી.સી. વિભાગના નવનિયુક્ત અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ ગઢવીના પદગ્રહણ સમારોહમાં સમગ્ર રાજ્યમાંથી ઉમટી પડેલા ઓ.બી.સી.સમાજના કાર્યકરો-આગેવાનોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સામાજીક ન્યાય અને અધિકારીતામાં ઓ.બી.સી., એન.ટી.ડી.એન.ટી. માટે જે યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, તે યોજનાઓનો લાભ ઓ.બી.સી.ની છેવાડાની જ્ઞાતિઓને મળતો નથી કે યોજનાઓનો પ્રચાર કે પ્રસાર જે રીતે સરકારે કરવો જોઈએ તે થતો નથી કે સરકાર દ્વારા જ્ઞાતિઓની સંખ્યા પ્રમાણે વાર્ષિક બજેટમાં પૈસા ફાળવણી કરવામાં આવતી નથી અને જે નાણા અપાય છે તે પ્રસિદ્ધિ અને અન્ય તાયફાઓમાં વેડફી નાખવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note