ઓનલાઈન નોંધણીથી ખેડૂતો પાકવીમા લાભથી વંચિત થશે
કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારે ડિજિટલ ઈન્ડિયા- ઓનલાઈન રજિસ્ટ્રેશનના નામે ખેડૂતોને પાકવીમા યોજનાથી વંચિત રાખવાનો કાર્યક્રમ ઘડી કાઢયો છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યના ૧૮ હજાર ગામો પૈકી માત્ર ૧૦ ટકા ગામોેમાં જ ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળે છે. ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોએ તાલુકા- જિલ્લા મથકોએ રૂબરૂ જવું પડે છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે કપાસ જેવા પાકમાં અગાઉ બિયારણના ૩.૫ ટકા પ્રીમિયમ હતું જે વધારીને ૧૪ ટકા કરવામાં આવ્યું છે. આ નવી યોજનામાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારે હાથ ઊંચા કરી દાવો ચૂકવવાની તમામ જવાબદારી વીમા કંપનીના શીરે નાખી છે. ૨૦૧૪ના પાકવીમાના દાવાઓ ચૂકવવાની કાર્યવાહીમાં વિલંબ કરી સૌરાષ્ટ્ર- કચ્છના માત્ર ૧૩ તાલુકાઓને ઓછા-વધતા પ્રમાણમાં લાભ ચાખ્યો છે. સરકારની ખોટી પદ્ધતિ અને ગણતરીના કારણે મોટાભાગના ખેડૂતોને લાભ મળ્યો નથી.
http://www.sandesh.com/article.aspx?newsid=3108546