ઓઢવ દુર્ઘટનામાં દેખાવો કરી રહેલા ભાઈ-બહેનો પર પોલીસનો લાઠીચાર્જ : 28-08-2018
- ૮૪ બ્લોકના ૧૩૪૪ ઘરોમાં વસવાટ કરતાં પરિવારોએ આજે પોતાને વૈકલ્પિક રહેણાંકની માંગ સાથે શાંત દેખાવો કરી રહેલા ભાઈ-બહેનો પર પોલીસનો બેફામ લાઠીચાર્જ, ૬ થી વધુ બહેનો ઘાયલ
- ગરીબોના આવાસમાં છત-આશરો આપવાને બદલે ભ્રષ્ટાચારી તત્વોને લીધે મોતના ખાડા
ઓઢવ દુર્ઘટનામાં જાત તપાસ અને ગરીબ પરિવારો સાથે રૂબરૂ વાર્તાલાપ પછી કોર્પોરેશનના શાસકો, પોલીસતંત્રની નીતિ રીતી અંગે આકરાં પ્રહાર કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરિયાએ જણાવ્યું હતું કે, ઓઢવ ખાતેના ગરીબો માટેના આવાસમાં મોટા પાયે ગેરરીતી દુર્ઘટના બનતા બહાર આવી ત્યારે, ભ્રષ્ટાચારની વધુ પોલ ખુલે નહિ તે માટે કોર્પોરેશનના શાસકો જૂની તારીખમાં ઓઢવના ૮૪ બ્લોકમાં રહેતા ગરીબ પરિવરોને ફરજીયાત નોટીસ પકડાવી રહ્યા છે. કોર્પોરેશનની નોટીસ ન સ્વીકારનારાને પોલીસ અને વહીવટીતંત્ર ધાક-ધમકી આપી રહી છે. ૮૪ બ્લોકના ૧૩૪૪ ઘરોમાં વસવાટ કરતાં પરિવારોએ આજે પોતાને વૈકલ્પિક રહેણાંકની માંગ સાથે શાંત દેખાવો કરી રહેલા ત્યારે, ભાઈ-બહેનો પર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યા જેમાં ૬ થી વધુ બહેનો ઘાયલ થઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો