ઑક્સીજન, બેડ, વેન્ટીલેટર, ટેસ્ટીંગ કીટ, ઈંજેકશન, વેક્સીનેશનની વ્યવસ્થા કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણાં-પ્રદર્શન : 08-05-2021

  • કોરોના મહામારીમાંથી લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક ઑક્સીજન, બેડ, વેન્ટીલેટર, ટેસ્ટીંગ કીટ, ઈંજેકશન, વેક્સીનેશનની વ્યવસ્થા કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણાં-પ્રદર્શન
  • પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સમગ્ર ગુજરાતમાં આગેવાનો – કાર્યકર્તાઓની અટકાયત.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અણઘડ વહીવટ – સંકલનનો અભાવ અને ખોટી નિતિઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં પણ સ્થિતિ ખુબ જ ગંભીર છે. લોકોના જીવ બચાવવા માટે સરકાર પાસે કોઈ આયોજન નથી તથા કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને ઓછો ઓક્સીજન આપીને અન્યાય કરી રહી છે તે સરકારે સુપ્રિમકોર્ટમાં સ્વિકાર્યું છે ત્યારે કોરોના મહામારી ગુજરાત સરકાર દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા ગેરવહીવટના લીધે લાખો લોકો કોરોના સંક્રમિત થયા તેમજ હજારો લોકો મોતને ભેટ્યા. આ પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં વિકટ પરિસ્થિતિ  ન સર્જાય તે માટે સરકારની આંખો ખોલવા માટે સમગ્ર ગુજરાતમાં મહાનગરો તથા જિલ્લા કક્ષાએ સુતેલી સરકારને જગાડવા કોવીડ ગાઈડલાઈન, એસ.ઓ.પી. અને સોસીયલ ડીસ્ટન્સીંગ સાથે ધરણા કાર્યક્રમના આયોજન દ્વારા કોંગ્રેસે લોકોની લાગણીને વાચા આપી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note