ઐતિહાસિક વિશ્વની શ્રેષ્ઠ રોજગાર યોજના ‘મનરેગા’ ને પૂરેપૂરા નાણાં ચૂકવીને લાગુ કરવી, “અન્ન સુરક્ષા” કાનૂન તાત્કાલિક અમલ કરવાની માંગ : 13-03-2016

રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગર, ૨૩૦ થી વધુ તાલુકા મથક પર ભાજપ સરકાર દ્વારા ઐતિહાસિક વિશ્વની શ્રેષ્ઠ રોજગાર યોજના ‘મનરેગા’ ને પૂરેપૂરા નાણાં ચૂકવીને લાગુ કરવી, “અન્ન સુરક્ષા” કાનૂન તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે જિલ્લા-તાલુકા મથકે કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટરશ્રી-મામલતદારને સૂત્રોચ્ચાર સાથે  આવેદનપત્ર આપવાનો સફળ કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધી, વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ-સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને સશક્ત ભારતના નિર્માણમાં અહમ યોગદાન આપ્યું છે. કમનસીબે, ભાજપની સંકુચિત માનસિક્તા ધરાવતી રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો અમલ ન કરીને ૫૪ ટકા પરિવારો એટલે કે, ૩.૨૫ કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખ્યા છે. રાજ્યમાં અન્ન-નાગરિક પુરવઠા વિભાગની ભ્રષ્ટાચારી રીતરસમોથી ગરીબ પરિવારોને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીનના નિયમ મુજબ મળતા જથ્થામાંથી વંચિત રાખી રહ્યાં છે. ગરીબોને નિયમ મુજબ મળવાપાત્ર જથ્થો કાળાબજારિયા-સંગ્રહખોરો બારોબાર સગેવગે કરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note