ઐતિહાસિક દાંડીયાત્રાની ૮૬મી સ્મરણાંજલી દાંડીયાત્રા નિમિતે : 10-03-2016

તા.૧૨મી માર્ચ,૧૯૩૦ ના રોજ વહેલી સવારે પુ. મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડીયાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી જીલ્લાના દાંડી ગામ ખાતે તા.૬ એપ્રિલના રોજ સમાપન થયેલ.

વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડીયાત્રા દ્વારા મહાત્મા ગાંધીએ દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે. ઐતિહાસિક દાંડીયાત્રાની ૮૬મી સ્મરણાંજલી દાંડીયાત્રા નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા તા.૧૨ માર્ચના રોજ સવારે ૦૯-૦૦ કલાકે સ્મરણાંજલી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્મરણાંજલી પદયાત્રા મહારેલી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવી, સ્મરણાંજલી અર્પી પદયાત્રા શરૂ કરી કસ્તુરબા, કોચરબ સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ થશે. કોંગ્રેસ સેવાદળના પ્રદેશ પદાધિકારી, ગુજરાતના કોંગ્રેસ સેવાદળના સૈનિકો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ઐતિહાસિક દાંડીયાત્રા સ્મરણાંજલી પદયાત્રાના કાર્યક્રમમાં સેવાદળના ગણવેશમાં નેહરૂ ટોપી સાથે ઉપસ્થિત રહેશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note