ઐતિહાસિંક દાંડીયાત્રાની ૮૬ સ્મરણાંજલી યાત્રા : 12-03-2016
પૂજ્ય મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડી યાત્રાની ૮૬ માં સ્મરણાંજલી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સવારે ૯-૦૦ કલાકે, સાબરમતી આશ્રમથી શરૂ થયેલ પદયાત્રામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય સંગઠકશ્રી મહેન્દ્ર જોષીજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના આગેવાનોએ સૌ પ્રથમ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ત્યારબાદ પદયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું. સમગ્ર પદયાત્રા દરમ્યાન વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડીયાત્રાના પ્રસંગોને પદયાત્રા રૂટ પર પદયાત્રીઓએ ઉજાગર કર્યા હતા. પદયાત્રાના સમગ્ર રૂટ પર મહાત્મા ગાંધીના પ્રિય ભજનો દ્વારા ગાંધી સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ જ્યારે ઈન્કમ ટેક્ષ ખાતે પહોંચ્યા ત્યારે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી અહેમદભાઈ પટેલ સહતિના આગેવાનોએ પુષ્પાંજલી કરી હતી ત્યારબાદ પદયાત્રા કોચરબ-સ્વરાજ આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો