એ.આઈ.સી.સી.ના ખજાનચી, વરિષ્ઠ નેતા, સાંસદશ્રી અહમદભાઈ પટેલના નિધન અંગે ઘેરાશોકની લાગણી : 25-11-2020
એ.આઈ.સી.સી.ના ખજાનચી, વરિષ્ઠ નેતા, સાંસદશ્રી અહમદભાઈ પટેલના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા એ.આઈ.સી.સી.ના અધ્યક્ષા માનનીય શ્રીમતિ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સંસદસભ્યશ્રી અહમદભાઈ પટેલના જવાથી મેં એક એવા સહયોગીને ગુમાવ્યા છે, જેમનું પુરુ જીવન કોંગ્રેસ પાર્ટી માટે સમર્પિત હતું. તેમની નિષ્ઠા અને સમર્પણ, પોતાના કર્તવ્યના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, મદદ માટે હંમેશા હાજર રહેવાનું અને તેમની શાલીનતા કાંઈક એવી ખુબીઓ હતી જે તેમને બીજાઓથી અલગ બનાવતી હતી. મેં નિષ્ઠાવાન સહયોગી અને મિત્રને ગુમાવી દીધા જેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. હું તેમના નિધન પર શોક પ્રગટ કરું છું અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો