એસ.સી. વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર
હરિયાણા રાજ્યના ફરિદાબાદના સુનપેડ ગામમાં ગત મંગળવારે કેટલાક ઉંચી જાતિના લોકોએ એક દલિત પરિવારના ચાર લોકોને જીવતાં સળગાવી દેવાની અમાનવીય અને નિંદનીય ઘટના બની હતી જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતી વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જીલ્લા મથકે કલેકટર કચેરી ખાતે ધરણા, સુત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યો. આ ઘટનામાં બે માસુમ બાળકોના મોત નીપજ્ય છે, મૃતક બાળકોના માતા-પિતા ગંભીર રીતે દાઝી જી ઘાયલ થયેલા છે. આઝાદીના આટ આટલા વર્ષો બાદ પણ આ અતિ નિંદનીય છે. ભાજપ સરકારના શાસનમાં સમગ્ર દેશમાં દલિતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ પરની અત્યાચારની ઘટનાએ માજા મુકું છે. જાતીવાદી માનસિકતા વાળા લોકોનું મનોબળ અને હિંમત અનેક ગણી વધી ગઈ છે. ગરીબો પર અત્યાચારની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. દેશમાં બહેન-દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ જાણે રોજ-બરોજની સામાન્ય બની ગઈ છે. ગુજરાતના દલિતો અને તમામના વર્ગના લોકો હરિયાણાના બદનશીબ પરિવાર પ્રત્યે સહાનુભુતિ દર્શાવી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડતાં હરિયાણાની ભાજપ સરકારનું રાજીનામું માંગીએ છીએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતી વિભાગના ચેરમેનશ્રી નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ભાજપના શાસનમાં છેલ્લા ૧૫ વર્ષમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં અનેક ગણો વધારો થવા પામેલ છે. ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે રાજ્યમાં અસામાજિક તત્વોને અત્યાચાર ગુજારવા છૂટોદોર મળી ગયેલ છે. એમાં પણ ખાસ કરીને દલિત મહિલાઓ સાથે ગંભીર અમાનુષી અત્યાચાર, સામૂહિક બળાત્કારની ઘટનાઓમાં વર્ષ ૨૦૦૧ની સરખામણીએ ૫૦૦ ટકાનો વધારો થવા પામેલ છે. ગુજરાતમાં રોજની ત્રણ અત્યાચારની ગંભીર ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે. ૧૧૬ ગામોમાં દલિતોને પોલીસ રક્ષણ હેઠળ જીવવા મજબુર છે. ભાજપના શાસનમાં આ તમામ શરમજનક ઘટનાઓ કહેવાતા વાયબ્રન્ટ અને ગતિશીલ ગુજરાત અને ભારતમાં વારંવાર બની રહી છે.