એસ.સી, એસ.ટી. અને ઓબીસી સમાજના વિદ્યાર્થી – યુવાનોને અન્યાય : 18-01-2016

ગુજરાતની ભાજપ સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચ સમાજના વિદ્યાર્થી-યુવાનોને મોટા પાયે અન્યાય કરી રહી છે. ભાજપ સરકારની એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચ સમાજના હક્ક અને અધિકારથી વંચિત રાખવાની નિતીની આકરી ઝાટકણી કાઢતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અને ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ના કલ્યાણ માટે વસ્તીના આધારે બજેટ ફાળવણી કરતી નથી અને જ નાણાં ફાળવે છે તે હેતુને બદલે અન્ય જગ્યાએ વેડફી નાંખે છે. કેગના અહેવાલમાં પણ આ બાબતે ગંભીર ટીકા કરવામાં આવી છે. સામાજીક ન્યાય અને અધિકાર વિભાગના બોર્ડ, કોર્પોરેશન જેવા કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત પછાત વિકાસ નિગમ અને ગુજરાત અનુસૂચિતજાતિ વિકાસ નિગમના વાર્ષિક અહેવાલો રજૂ કરવાના બાકી છે. સરકારની બિનઆવડતનો ઉત્તમ નમૂનો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note