એશિયન ગેઈમ્સમાં ગુજરાતની દિકરી સરિતા ગાયકવાડે સુવર્ણપદક જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું : 31-08-2018
એશિયન ગેઈમ્સમાં ગુજરાતની દિકરી સરિતા ગાયકવાડે સુવર્ણપદક જીતીને ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે. ત્યારે ગુજરાત સરકારની રમત-ગમત નીતિ અન્વયે એશિયન ગેઈમ્સમાં સુવર્ણપદક મેળવનારને રૂ.૨ કરોડ અને વર્ગ-૧ની નોકરી આપવાનું નિશ્ચિત છે. ત્યારે, એશિયન ગેઈમ્સમાં સુવર્ણપદક મેળવનાર સરિતા ગાયકવાડને રૂ.૧ કરોડની જ કેમ જાહેરાત ? કેમ હજુ સુધી વર્ગ-૧ ની નોકરીની જાહેરાત કરવામાં આવી નથી ? ભાજપ સરકારની નીતિ પર આકરાં પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દુર દુરના નાનકડાં ગામમાં રહીને સતત સંઘર્ષ કરીને શ્રી સરિતા ગાયકવાડે એક માત્ર લક્ષ સાથે એશિયન ગેઈમ્સમાં સુવર્ણપદક મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. રાજ્ય સરકાર રોજ જુદી જુદી, મોટી મોટી અનેક જાહેરાતો કરે છે. પ્રસિદ્ધી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પણ, ગુજરાતની દીકરીએ ગુજરાત અને ભારત દેશનું નામ ઉજ્જવળ કર્યું છે. ત્યારે, રમત-ગમત નીતિની જોગવાઈ મુજબ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી એશિયન ગેઈમ્સમાં સુવર્ણપદક મેળવનાર આદિવાસી સમાજની દિકરી સરિતા ગાયકવાડને રૂ.૨ કરોડ અને વર્ગ-૧ ની નોકરી આપવી જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો