એમ.બી.બી.એસ. ની પરીક્ષા પાસ કરાવવા શ્રી મનસુખ શાહ કોના દ્વારા – કોના માટે સમગ્ર કૌભાંડ ચલાવતા હતા : 28-02-2017
એમ.બી.બી.એસ. /એમ.ડી. / એમ.એસ. / બી.ડી.એસ./એમ.ડી.એસ. સહિતના અભ્યાસક્રમો ચલાવતી સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહ દ્વારા મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા (એમ.સી.આઈ) ની પરીક્ષા પાસ કરાવવા રૂા. ૨૦ લાખ રૂપિયાની લાંચના એન્ટી કરપ્શન બ્યુરોની ઘટના ઘણી જ ગંભીર છે. ત્યારે, સમગ્ર કાંડમાં મનસુખ શાહ એમ.સી.આઈ. ના કયા માથા માટે વચેટીયાની ભૂમિકા ભજવતા હતા તે તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એમ.બી.બી.એસ. /એમ.ડી./એમ.એસ. / બી.ડી.એસ./એમ.ડી.એસ. સહિતના અભ્યાસક્રમો ચલાવતી સુમનદીપ વિદ્યાપીઠમાં કરોડો રૂપિયાના ડોનેશનો ઉઘરાવવામાં આવતા હતા. ૭૦ થી ૮૦ લાખ રૂપિયામાં એમ.બી.બી.એસ. અને ૧.૫૦ થી ૨ કરોડમાં એમ.ડી.એસ. ની બેઠક દીઠ ઉઘરાવનાર શ્રી મનસુખ શાહ રાજ્યના વાલીઓને લૂંટવાનો બેરોકટોક વ્યાપાર ચલાવતા હતા. અનેક વખત વિદ્યાર્થી-વાલીઓ દ્વારા પ્રવેશ-પરિક્ષા અને અન્ય ગેરરીતીઓમાં વ્યાપક રજૂઆત છતાં જે તે સમયે રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર આંખ આડા કાન કર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો