એમ.એસ.ડબલ્યુ. અને એમ.એલ.ડબલ્યુ.ના રીઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવા માટે વાઈસ ચાન્સલરને આવેદનપત્ર : 13-07-2015
ગુજરાત યુનીવર્સીટી દ્વારા એમ.એસ.ડબલ્યુ. અને એમ.એલ.ડબલ્યુ.ની પરીક્ષા તા.૧૫/૦૫/૨૦૧૫ ના રોજ લેવાયેલ જેને આજે ૨ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જયારે પી.એચ.ડી./એમ.ફિલ.ની પ્રવેશ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે એમ.એસ.ડબલ્યુ. અને એમ.એલ.ડબલ્યુ. ના વિદ્યાર્થીઓ પરિણામ ન આવવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુજરાત યુનીવર્સીટીની કથળેલી પરિસ્થિતિનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ગુજરાત યુનીવર્સીટીની બેદરકારીને લીધે વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન અને લાચાર થઈ ગયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note