એપીએમસી માં ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓને અભિનંદન : 13 -05-2017

બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ (એ.પી.એમ.સી.)માં યોજાયેલ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં આઠે આઠ બેઠકો પર કોંગ્રેસ પક્ષ તરફી ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. સૌરાષ્ટ્રને થતો સતત અન્યાય અને ખાસ કરીને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ખેડૂત સમાજમાં ભાજપ શાસકો સામે ભારોભાર આક્રોશ છે. થોડાક સમય પહેલા સાવરકુંડલા અને તાજેતરમાં વઢવાણ એ.પી.એમ.સી. માં પણ કોંગ્રેસ તરફી ઉમેદવારોનો વિજય થયો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે બોટાદ એપીએમસી માં ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓને અભિનંદન આપ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note