એન.સી.ઈ.આર.ટી. (નેશનલ કાઉન્સીલ ફોર એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ ) ના નેશનલ એચીવમેન્ટ સર્વેના પરિણામોમાં : 24-02-2018
એન.સી.ઈ.આર.ટી. (નેશનલ કાઉન્સીલ ફોર એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ ) ના નેશનલ એચીવમેન્ટ સર્વેના પરિણામોમાં ગુજરાતના શિક્ષણ સ્તરના મોટા મોટા અને ખોટા ખોટા દાવાનો પર્દાફાસ થયો છે. ત્યારે ગુજરાતના શિક્ષણની અધોગતિ માટે શિક્ષણ વિભાગ સીધો જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એન.સી.ઈ.આર.ટી. ના નેશનલ એચીવમેન્ટ સર્વેના પરિણામોમાં ધોરણ – ૩,૫,૮ ના પર્યાવરણ, રીડીંગ કમ્પ્રીહેશન, ગણિત અને સામાજિક વિજ્ઞાનના વિષયોમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ચિંતાજનક જોવા મળ્યું છે. વર્ગખંડમાં જે રીતે હાલ શૈક્ષણિક કાર્ય ચાલે છે તેમાં બદલાવની મોટી જરૂરત છે. ધો-૧૦ અંગે નેશનલ એચીવમેન્ટ સર્વેના પરિણામોમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયમાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પરિણામ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું જ નીચું છે. ગુજરાતના શૈક્ષણિક સ્તર માટે ઘણો જ ચિંતાનો વિષય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો