એન. એસ.યુ.આઈ. પ્રેસનોટ : 28-01-2016
આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં પ્રિન્સીપાલશ્રી જી.પી.વડોદરિયા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં આવેલી કેન્ટીનમાં પીવાના પાણીની સગવડ જ નથી. જયારે કેન્ટીનનો કોન્ટ્રકટ જેને આપવામાં આવ્યો છે ત્યારે તે કોન્ટ્રાક્ટર દ્વારા ફરજીયાત પણે પીવાના પાણીની બોટલનું વેચાણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના સ્વખર્ચે આ પ્રકારનો વધારાનો ખર્ચ કરવો પડે છે. જયારે પીવાના પાણીની સુવિધા એ એક પ્રાથમિક સુવિધાનો જ ભાગ છે. એ સંદર્ભે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. આ જ રજૂઆત એક વર્ષ પહેલા પણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી નથી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો