એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 07-09-2015
આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા યુનીવર્સીટીના કાર્યકારી રજીસ્ટ્રારશ્રી એન.કે.જૈન સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, વર્ષ-૨૦૧૫ બી.કોમ.ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ગુજરાત યુનીવર્સીટી દ્વારા બી.કોમ.માં પ્રવેશ માટે રૂ.૧૫૦/-ની માર્ગદર્શક પુસ્તિકા તથા પીન નંબર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટે આપવામ આવ્યો હતો. એ પીન નંબર લઇ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવવામાં આવ્યું હતું. તમામ પ્રક્રિયા પછી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ અને બીજો રાઉન્ડ પૂરો થયો હતો. તે દરમિયાન પ્રવેશ કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતુ કે, જે વિદ્યાર્થીઓએ રૂ.૧૫૦/- ભરી પીન નંબર અને બુકલેટ ખરીદીને રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે, તથા જે વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રવેશથી વંચિત છે તેવા તમામ વિદ્યાર્થીઓને નવેસરથી બીજી બુકલેટ ખરીદવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ પહેલાથી પીન નંબર રૂ.૧૫૦/- ભરીને ખરીદી ચુક્યા છે, રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે તેમને ફરીવાર બુકલેટ ખરીદવાની જરૂર શું ? તે સમયે એન.એસ.યુ.આઈ. દ્વારા પ્રવેશ કમિટી સામે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ પીન નંબરનો ઉપયોગ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બીજી વાર થઇ શકશે. પણ એન.એસ.યુ.આઈ. દ્વારા લગાવવામાં આવેલા હેલ્પ ડેસ્ક ઉપર વિદ્યાર્થીઓની સંખ્યાબંધ ફરિયાદો આવી હતી કે, બીજી વાર ખરીદેલ પીન નંબરનો ઉપયોગ થતો નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો