એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 02-03-2016

પીડીપીયુ પેટ્રોલિયમ યુનિવર્સિટીના સત્તાધીશો બે વર્ષ સુધી પદવીદાન સમારંભ ન યોજીને વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો કર્યો છે. ત્યારે પદવીદાન સમારંભ ન યોજવા માટે કયાં કારણ અને કોણ જવાબદાર છે તે જાહેર કરવાની માંગ કરતાં અમદાવાદ શહેર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના ઉપપ્રમુખશ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારની તિજોરીના કરોડો રૂપિયા ખર્ચીને ઉભી થયેલ પીડીપીયુ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બી.એ., બી.કોમ, બી.બી.એ., બી. ટેક, એમ.એ., એમ.બી.એ., અને પી.એચડી સુધીના અભ્યાસ કરતાં ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને બે વર્ષથી પદવી પ્રમાણપત્ર મળતા નથી કારણ કે, પીડીપીયુ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ માટે મુખ્યમંત્રીશ્રી આવે ત્યારે જ કાર્યક્રમ કરવો તેવો અભિગમ સત્તાધીશોએ અપનાવ્યો છે તે ઘણી જ ગંભીર બાબત છે. પીડીપીયુ પેટ્રોલિયમ યુનિવર્સિટી રાજ્ય સરકારની તિજોરીના કરોડો રૂપિયા ખર્ચે ઉભી થયેલ છે. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી અને તગડી ફી વસૂલાય છે અહી મોટા ભાગે રાજ્ય સરકારને ખુશ કરવા વિવિધ કાર્યક્રમો ફરજીયાતપણે વિદ્યાર્થીઓના અભ્યાસના ભોગે ગોઠવવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note