એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 01-09-2015

ગુજરાત યુનિવર્સિટી દ્વાર બી.એડ ના પ્રવેશમાં નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશનના ધારાધોરણનું ઉલ્લઘન કરીને બક્ષી પંચના વિદ્યાર્થીઓને નુક્શાન કરવામાં આવ્યું છે. એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી લઘુત્તમ લાયકાત કે જેમાં 5 ટકાની છુટછાટ મળે છે. તે છૂટછાટ બક્ષી પંચના વિદ્યાર્થીઓને ન આપીને અન્યાય કરવામાં આવ્યો છે. તેવો આક્ષેપ કરતા અમદાવાદ શહેર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના ઉપપ્રમુખ શ્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં બી. એડ ની પ્રવેશ કાર્યવાહી સમગ્ર ગુજરાતમાં સૌથી છેલ્લે થયા છે. પ્રવેશ કાર્યવાહીમાં વિલંબને કારણે અનેક વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીને બદલે બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડે છે. તેના કારણે વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય છે. એક તરફ ગુજરાત યુનિવર્સિટીની બી.એડ. ની બેઠકો 50 ટકાથી વધુ ખાલી રહે છે. બીજી બાજુ યુનિવર્સિટીના સત્તાધીશો બક્ષીપંચના વિદ્યાર્થીઓને 5 ટકા પ્રવેશ લાયકાતમાં નિયમ મુજબ છુટછાટ ન આપીને ભારે અન્યાય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો બક્ષીપંચના વિદ્યાર્થીઓને પ્રવેશ લઘુત્તમ લાયકાતમાં નિયમ મુજબ છુટછાટ આપે જેથી કરીને બક્ષીપંચના વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે કારકિર્દી ઘડી શકે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Document

Document