એન.એસ.યુ.આઈ. પ્રેસનોટ : 01-02-2016
ગુજરાત યુનીવર્સીટીના સત્તાધીશો શૈક્ષણિક અને વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓની આંતરિક પરીક્ષા રદ્દ કરવામાં આંધળુકિયો નિર્ણય સામે ઈન્ટરનલ પરીક્ષાની વ્યવસ્થા તંત્ર પુન:વિચારણા અન અધ્યાપકો, વર્ગ ૩-૪ ના પુરા પગારના કર્મચારીઓની માંગ સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત યુનીવર્સીટીની ઈન્ટરનલ પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયની સામે ૫૦ થી વધુ વિવિધ કોલેજના આગેવાનો એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ ભાવિક સોલંકીના નેતૃત્વમાં કુલપતિશ્રીને ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનીવર્સીટીના મુખ્ય ત્રણ કામ જેમાં છેલ્લા ઘણાં વર્ષોથી અનેક પ્રશ્નો ઉભા થાય છે. ઈન્ટરનલ પરીક્ષા રદ્દ કરવાથી કોલેજોમાં વિદ્યાર્થીઓ માત્ર સેમેસ્ટરની પરીક્ષા દેવા આવશે. મોટા ભાગની કોલેજોમાં આમ પણ હાજરી લેવાતી નથી. ત્યારે આંતરિક પરીક્ષા રદ્દ કરવાથી હાલમાં જે હાજરી હોય છે તેમાં પણ ઘટાડો થશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો