એન.એસ.યુ.આઈ.ના રાજ્યભરના આગેવાનોની બેઠક : 15-06-2016
કોંગ્રેસ પક્ષના વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ.ના રાજ્યભરના આગેવાનોની રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠકને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારને ઉખેડી ફેંકવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોએ આક્રમકતાપૂર્વક કામગીરી કરવાની છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા પ્રજાલક્ષી છે, જ્યારે ભાજપ અને આર.એસ.એસ.ની વિચારધારા પ્રજાવિરોધી છે. કોંગ્રેસ પક્ષે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો વિરોધ ચળવળ ચલાવીને દેશને આઝાદ કરાવ્યો હતો, બીજી બાજુ એ સમયે જનસંઘ, આર.એસ.એસ. સહિતના ભાજપ સંલગ્ન સંગઠનો અંગ્રેજોના પીઠ્ઠુ થઈને દેશની ગુલામ રાખવાની કોશિશ કરતા હતાં. જૂના અંગ્રેજોને તો કોંગ્રેસ પક્ષે દેશમાંથી કાઢી મૂક્યા છે, પરંતુ હવે ભાજપ-આર.એસ.એસ.ના સ્વરુપમાં દેશમાં નવા અંગ્રેજો આવ્યા છે એમને ઉખેડી ફેંકવાના છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો