એન.એસ.યુ.આઈ. નવનિયુક્ત ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવી : 22-03-2017

એન.એસ.યુ.આઈ. નવનિયુક્ત ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવી અને પ્રદેશના પદાધિકારીઓ અને જીલ્લાના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. સાથે એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમ્રિતા ધવનની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતા. પદગ્રહણ સમારોહને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ નવનિયુક્ત ચૂંટાયેલા પ્રદેશના પદાધિકારીઓ જીલ્લાના પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ વધુમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આવનારી ૨૦૧૭ વિધાનસભાની ચૂટણીમાં એન.એસ.યુ.આઈ. મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી હતી. અને વિધાનસભાની ચૂટણીમાં યુવાનોને વધુ વધુ તક મળશે. ગુજરાતનું શિક્ષણ ભ્રષ્ટાચારનો અખાડો બની ગયો છે. ત્યારે આવનારા દિવસોમાં એન.એસ.યુ.આઈ. દ્વારા રાજ્યની ભાજપ સરકાર સામે આંદોલન કરવા માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note