એન.એસ.યુ.આઈ. દ્વારા દાળ અને ડુંગળીમાં વધતા જતા ભાવોને લઈને કાર્યક્રમ કરી સરકાર સામે વિરોધ : 13-10-2015
આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા લકી રેસ્ટોરન્ટ સામે, બેન્ક ઓફ બરોડા પાસે, દાળ અને ડુંગળીમાં વધતા જતા ભાવોને લઈને અનોખો કાર્યક્રમ કરી સરકાર સામે વિરોધ દર્શાવામાં આવ્યો હતો. આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા દાળ અને ડુંગળી ખરીદવા માટે ઝીરો ટકા દરે લોન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાજપ સરકારના રાજમાં ડુંગળી તથા દાળના ભાવ આસમાને પહોંચ્યા છે કે જેને ખરીદવા માટે મધ્યમ તથા ગરીબ વર્ગોને લોન લેવાની સ્થિતિ સર્જાઈ છે. કાર્યક્રમ દરમ્યાન એન.એસ.યુ.આઈ. દ્વારા લોન મેળવવાનું સરકાર સામે કટાક્ષરૂપ ફોર્મ પણ આપવામાં આવ્યું હતું. જેમાં અરજદારનું નામ, સરનામું, જન્મ તારીખ, વાર્ષિક આવક તથા જરૂરી દસ્તાવેજોમાં મુખ્યમંત્રીશ્રીનો બાહેધરીપત્ર જામીનદાર તરીકે ડુંગળીના વેપારીની સહી તથા ખેડૂતની લેખિત સમંતિ રાખવામાં આવી હતી અને છેલ્લે નોંધ પણ આપવામાં આવી હતી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો