એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે પરીક્ષા નિયામકશ્રી રાજેશભાઈ પટેલને આવેદનપત્ર : 26-04-2016
આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે પરીક્ષા નિયામકશ્રી રાજેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, હાલ ચાલી રહેલી એલ.એલ.બી. સેમ-૬ સમય સવારે ૧૦ થી ૧ તથા એલ.એલ.બી. સેમ-૨ સમય બપોરે ૨ થી ૫ ની પરીક્ષાઓ જેમાંથી એક સેન્ટર એન.સી.બોડીવાલા કોલેજમાં આપવામાં આવ્યું છે. પણ એ કોલેજમાં પાર્કિંગની વ્યવસ્થાના હોવાથી કોલેજની નીચે ગીચ વિસ્તાર ટંકશાળામાં વિદ્યાર્થીઓ ગાડીઓ મુકે છે. પણ આજુબાજુના રહીશો રોજ ૨૦ થી ૩૦ ગાડીની હવા કાઢી નાંખે છે. જેથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે છે. તથા એન.સી.બોડીવાલા કોલેજ ટંકશાળ ખાતે અપંગ વિદ્યાર્થીઓ તથા ગર્ભવતી મહિલાઓ પણ પરીક્ષા આપી રહી છે તો તેમની માટે કોઈ લીફ્ટની વ્યવસ્થા નથી. તેથી એ વિદ્યાર્થી પણ હાલાકી ભોગવી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો