એન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા
એન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન પદયાત્રા કરી ચલાવવામાં આવ્યું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૫ કિ.મી. જેટલી પદયાત્રા કરી લોકોને આ કાયદાની માહિતી આપવામાં આવી તેમજ લોકસંપર્કના માધ્યમથી અને ૩૦ હજાર પત્રિકાઓનું વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા. કોંગ્રેસ સરકાર દ્વારા ૨૦૦૯ માં રાઈટ ટુ એજ્યુકેશન કાયદો બનાવવામાં આવ્યો જેના અંતર્ગત સરકારી શાળાઓ તેમજ ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ૨૫ ટકા સીટો અનામત રાખવામાં આવે અને દરેક શાળામાં ધોરણ – ૧ થી ધોરણ ૮ સુધી ગરીબ બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ આપવામાં આવે. રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ અનાથ બાળકો, શારીરિક વિકલાંગ બાળકો, બી.પી.એલ. પરિવારના બાળકો, એસ.સી, એસ.ટી, ઓ.બી.સી. તેમજ જનરલ કેટેગરીના ગરીબ બાળકોને અમદાવાદની પ્રતિષ્ઠિત અને ખાનગી શાળાઓમાં ૨૫ ટકા અનામત મુજબ પ્રવેશ મળવાપાત્ર છે.