એક રૂપિયે મેદાન આપી ટોલ ના લઇ સરકારે જ બધુ કર્યું : શંકરસિંહ વાઘેલા

આજે યોજાયેલી પાટીદાર રેલીને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર દ્વારા સ્પોન્સર થયેલી રેલી ગણાવી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે પ્રકારે સરકાર રેલી માટે એક રૂપિયે જી.એમ.ડી.સી. મેદાન આપ્યું, ટોલટેક્સના દરવાજા ખોલી નાખ્યા, કલેક્ટરને આવેદનપત્ર લેવા મોકલ્યા આ જ દર્શાવે છે કે રેલી સરકાર પ્રેરિત હતી.

તેમણે જણાવ્યું કે આજની પાટીદાર રેલીએ દેખાવ સારો કર્યો પરંતુ જે તેમાંથી પરિણામલક્ષી નીકળવું જોઈએ તે નીકળ્યું નથી. સભા બાદનો તેમનો શો કંઈક વધારે પડતું હતું. વિધાનસભામાં છેલ્લા દિવસના પ્રસ્તાવ દ્વારા કોંગ્રેસ પક્ષ અનામતના મુદ્દે કોંગ્રેસ પોતાની ભાષામાં અવાજ ઉઠાવશે.

વિધાનસભાના સત્ર અંગે તેમણે જણાવ્યું કે માત્ર ત્રણ દિવસનું સત્ર એ ઔપચારિક્તા છે. અમે અધ્યક્ષ તથા રાજ્યપાલને સત્રના દિવસો વધારવા રજૂઆત કરી હતી, પરંતુ સ્વીકાર થયો નથી.

તેમણે જણાવ્યું કે પ્રથમ દિવસે શોકાંજલિ બાદ ગૃહ મુલતવી રહેશે. બીજા દિવસે કોંગ્રેસ પક્ષના ધરણાં છે. છેલ્લા દિવસે છેલ્લા દિવસનો પ્રસ્તાવ હશે. આ સ્થિતિમાં ૮-૯ વિધેયકો પસાર કરી દેવા યોગ્ય નથી પરંતુ સરકારને ઉદ્યોગપતિઓની ચિંતા છે માટે જમીનો અંગેના વિધેયકો પસાર કરશે જ.

http://www.sandesh.com/article.aspx?newsid=3116184