“એક બુથ બે યુથ”ના સંકલ્પને સાકાર કરવા કોંગ્રેસ આઈટી સેલની ટીમ જનમિત્ર કાર્યક્રમમાં ગામે ગામ સુધી પોહાચાડશે
- “એક બુથ બે યુથ”ના સંકલ્પને સાકાર કરવા કોંગ્રેસ આઈટી સેલની ટીમ જનમિત્ર કાર્યક્રમમાં ગામે ગામ સુધી પોહાચાડશે.
- ૨૦૧૯ની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠણાને જડબાતોડ જવાબ આપવા ૪૮૦૦૦ બુથમાં બે આઈટીસેલના સૈનિકો કામે લાગશે
- ભાજપ સરકાર સામે વિધાનસભા કોંગ્રેસ પક્ષ “લોકસરકાર” નામના વેબપોર્ટલ અને મોબાઈલ એપથી પ્રજાની પડખે ઉભા રહી પ્રજાની વેદનાને વાચા આપશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ સોશિયલ મીડિયા સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોશિયલ મીડિયા કો-ઓડીનેટર શ્રીમતી રુચિરા ચતુર્વેદીજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આઈ.ટી સેલના અધ્યક્ષશ્રી રોહનભાઈ ગુપ્તાએ ગુજરાતના જુદા જુદા જીલ્લા, તાલુકામાંથી આવેલા ૭૦૦ જેટલા કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો