ઊંજા ખાતે આયોજિત મહિલા કોંગ્રેસ સંમેલન
તારીખ ૦૧-૧૦-૨૦૧૭ના રોજ મહેસાણા જીલ્લાના ઊંજા ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા કોંગ્રેસ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રભારીશ્રી શોભાના શાહ, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલ તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહી સંમેલનમાં હાજર મોટી સંખ્યામાં બહેનોને માર્ગદર્શન આપ્યું હતું