ઉ.ગુજરાતના ગામે ગામે પાણીમાં ડૂબ્યા પણ સરકારને ખબર નથી કે થયું કેટલું નુકસાન

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ન કલ્પિ શકાય તેટલી તારાજી થઈ છે. આ વિસ્તારોમાં રાહતની જરૂર છે, ઉત્તર ગુજરાતના ગામે ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના જીવ બચાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઉત્તર ગુજરાત આખુ જાણે અપંગ થઈ ગયું હતો તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત સરકાર દ્વારા હજુ તો સ્થિતિના આકલનના બહાના કઢાઈ રહ્યા છે. તેની સામે ગુજરાત કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્ત વિસ્તારોની વીજળીક મુલાકાત લઈ સ્થિતિનું આકલન કરી સરકારને ઝડપી કામગીરી કરવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે બચાવ, રાહત અને પુનઃસ્થાપન માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની આવશ્યકતા છે.

કોંગ્રેસે સર્વેની કામગીરી ઝડપથી કરી સ્થિતિનું આકલન કરી પણ નાંખ્યું, આપત્તિમાં મુકાયેલા વિસ્તારોનો સર્વે કરી અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત આપવા શક્તિસિંહ ગોહિલની માગ, કચ્છ જીલ્લાના બન્ની વિસ્તાર અને આજુબાજુમાં જ દસ હજાર કરતા વધારે પશુઓના મોત, શબોને યોગ્ય રીતે તાત્કાલિક નિકાલ નહી કરવામાં આવેતો ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય, અછતનો ભોગ બનેલા વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ ઘાસનું વિતરણ, ઢોરવાડાની સબસીડી અને રાહતની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી
અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનનું ગુજરાત સરકાર હજુ આકલન કરી શકી નથી, તેની સામે કોંગ્રેસ દ્વારા ખાનાખરાબીની વીડિયોગ્રાફી કરી સંપૂર્ણ પરિસ્થિતિનું

શક્તિસિંહ ગોહિલ દ્વારા આકલન પણ કરી દેવાયું છે. ઉત્તરા ગુજરાતના ધારાસભ્ય અને મંત્રી શંકર ચૌધરીને આ અંગે પુછતા તેમણે હજુ કંઈ ખબર નથી, સ્થિતિનું આકલન ચાલુ હોવાનું રટણઅ લગાવ્યું હતું. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદમાં લગભગ 3 હજાર જેટલી તો ગૌમાતાના મોત થયા છે, જ્યારે હજારોની સંખ્યામાં બીજા પશુઓના થયેલા મોત તો જુદા. તેની સાથે રસ્તાઓ તૂટવાથી લઈને લોકોના જાનમાલના થયેલા નુકસાનનું આકલન કરતા તો દિવસો નીકળે તેવી સ્થિતિ છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3105672