ઉદ્યોગોને મફતમાં મળતા પાણી પર કાપ મુકી ખે઼ડૂતોને પાણી આપવાની કોંગ્રેસ પક્ષની માંગ. : 13-01-2018

  • રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એવો દાવો થતો હતો કે “દરવાજા બંધ થતાં વિકાસ ના દ્વાર ખુલશે પણ આ પાણી કાપથી ખેડૂતના નસીબના દ્વાર બંધ થતા લાગે છે”
  • ઉદ્યોગોને મફતમાં મળતા પાણી પર કાપ મુકી ખે઼ડૂતોને પાણી આપવાની કોંગ્રેસ પક્ષની માંગ.
  • ભાજપ સરકારે નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન.

ખેડૂતોને સબસીડીનો કાપ, ખેડૂતોને ખેતપેદાશોના ભાવ પર કાપ, ખેડૂતો માટે વિજળી કાપ, અને હવે ખેડૂતો માટેનું સિંચાઈના પાણી પર કાપ ત્યારે ઉદ્યોગોને મફતના ભાવે પાણી અને ખેડૂતોને સતત અન્યાય અંગે ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કી.મી.ની નર્મદાની કેનાલ, માઈનોર, સબ માઈનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરિણામે નર્મદાનું પાણી દરિયામાં જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. દરવાજા બંધ કરવાથી જે વીજળી પેદા થશે તે તો પાડોશી રાજ્યોને આપવાની છે. ગુજરાતનો વીજળીનો હિસ્સો નહીવત છે. ગુજરાતને સાચો ફાયદો પાણીનો છે. કેનાલનાં કામો માટે કોઈની મંજુરીની જરૂર ન હોવા છતાં કેનાલના કામ ૨૨ વર્ષ સુધી કેમ પૂર્ણ ન કર્યા? ભાજપ તેનો જવાબ આપે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note