ઉદ્યોગોને પાણી નહીં આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં ભાજપ સરકાર અને મુખ્યમંત્રીશ્રી કેમ પાછી પાની કરી રહ્યાં છે.? : 29-12-2015
- ચૂંટણી સમયે ખેડૂતની દિકરી છું તેવું દરેક સભામાં મત મેળવવા માટે બોલનાર મુખ્યમંત્રીશ્રી ચૂંટણીના પરિણામો બાદ ખેડૂતોને અન્યાય થાય તેવી કેમ જાહેરાત કરે છે? તેઓ શું ચૂંટણી પૂરતા જ ખેડૂતના દિકરી હતા?
- ઉદ્યોગોને પાણી આપવા માટે સલાહકાર સમિતિ કામ કરે છે પણ પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુખ્યમંત્રીશ્રીએ કોઈ સમિતિ રચી છે ખરી?
કૃષિ મહોત્વના નામે કરોડો રૂપિયાના ખર્ચે તાયફા કરતી ભાજપ સરકાર ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં નિષ્ફળ નીવડી રહી છે. દેવભૂમિ-દ્વારકા ખાતે મુખ્યમંત્રીશ્રીએ ઉનાળામાં ખેડૂતોને ખેતી માટે પાણી આપી શકાશે નહીં તેવા કરેલી જાહેરાત એ ભાજપ સરકારની જળસંચય, જળ વ્યવસ્થાપન ક્ષેત્રની નિષ્ફળ “મોદી મોડેલ” નું એકરારનામું હોવાની ટીપ્પણી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નર્મદાનું 9 મીલીયન એકર ફીટ પાણીનું યોગ્ય આયોજન અને વ્યવસ્થાપનના અભાવે 6 મીલીયન એકર ફીટ પાણીનો ઉપયોગ કરી શકતા નથી. ગુજરાતની ભાજપ સરકારની બેદરકારી અને ઈચ્છાશક્તિના અભાવે નર્મદાની માઈનોર કેનાલનો 50 હજાર કિ.મી. જેટલું કેનાલનું કામ અધુરૂ છે. રવિ પાક ને પાણી ન આપવું અને રવિ કૃષિ મહોત્સવના તાયફા કરવા જે ભાજપ સરકારના ભ્રામક મોડેલથી ગુજરાતના ખેડૂતો હેરાન-પરેશાન અને આર્થિક પાયમાલ થઈ રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો