ઉદ્યોગપતિઓ – ધનવાનો માટે સમય માંગનાર વડાપ્રધાનને ૫૦ દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર : 15-11-2016
- ઉદ્યોગપતિઓ – ધનવાનો માટે સમય માંગનાર વડાપ્રધાનને ૫૦ દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવા પડકાર ગરીબો, ખેડૂતો અને સામાન્ય પ્રજાને હાલાકીમાં મૂકનાર ઉડતા વડાપ્રધાને આર્થિક સ્થિતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ
ખેડૂતો સહિત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકીમાં ધકેલી પોતાના માનીતા ઉદ્યોગપતિઓ તેમજ ધનવાનો માટે ૫૦ દિવસનો સમય માંગનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ૫૦ દિવસમાં ગુજરાત વિધાનસભાનીચૂંટણીઓ જાહેર કરવાનો પડકાર ફેંકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, સમગ્ર દેશ અત્યારે આર્થિક કટોકટીમાં ધકેલાઈ ગયો છે ત્યારે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક સ્થિતિ અંગે તાત્કાલિક શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો