ઉદ્યોગપતિઓની સરકારને ગરીબ લોકોની પડી નથી
પરેશધાનાણીના પુરપિડીતો માટે વિવિધ વીસ માંગણીઓ સબબ ચાલી રહેલા ઉપવાસ આંદોલનના અંતિમ દિવસે આજે અમરેલી આવી પહોંચેલા પ્રદેશ કોંગ્રેસના આગેવાન શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે ગાંધીનગરમા બેઠેલી સરકારને સામાન્ય લોકોની કશી પડી નથી. સરકાર માત્ર ઉદ્યોગપતિઓનો અવાજ સાંભળે છે.
જો પરેશ ધાનાણીએ ઉપવાસ આંદોલન ચલાવ્યુ હોત તો પુરપિડીતોને કશુ મળ્યું હોત. 300 કરોડનુ પેકેજ લડતને આભારી છે.
તેમણે એમપણ જણાવ્યું હતુ કે કિસાન સંઘે પણ કહેવુ પડયુ છે કે પિડીતોનુ પેકેજ બરોબર નથી. પરંતુ ભાજપના આગેવાનો કહી રહ્યાં છે પેકેજ બરોબર છે. તેમને મારે એટલુ કહેવુ છે સજન રે જુઠ્ઠ મત બોલો..કમસે કમ ઉપરવાળાનો તો ડર રાખો. ગાંધીનગરથી અધિકારીઓને નુકશાનનુ ઓછામા ઓછુ એસ્ટીમેન્ટ આપવાની સુચના અપાઇ હતી. તો પણ અમરેલી જિલ્લામાં 1653 કરોડનુ નુકશાન જાહેર થયુ છે. ત્યારે 14 જિલ્લા વચ્ચે 300 કરોડ આપી પિડીતોની મશ્કરી કરાઇ છે.
તેમણે એમપણ જણાવ્યું હતુ કે ઉદ્યોગપતિઓ અને જુઠ્ઠા લોકોની સરકાર છે. છપ્પનની છાતી હોવાની વાતો કરે છે પણ છપ્પનના પેટવાળા લોકો છે.
http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-053518-2274337-NOR.html