ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી આયાત થયેલા ચોટલી કાંડે રૂપાણી સરકારના અવૈજ્ઞાનિક અભિગમ ને ઉઘાડો પાડ્યો છે – જયરાજસિંહ
- ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી આયાત થયેલા ચોટલી કાંડે રૂપાણી સરકારના અવૈજ્ઞાનિક અભિગમ ને ઉઘાડો પાડ્યો છે – જયરાજસિંહ
- એક તરફ નરેન્દ્ર મોદી ડીજીટલ ઈન્ડિયા ની ડફલી વગાડી રહ્યા છે ત્યારેબીજી બાજુ ગુજરાતમાં ચોટલી કાંડ ધૂમ મચાવી રહ્યો છે – જયરાજસિંહ
- ચોટલીકાંડનું સત્ય ના શોધી શકનાર ભાજપ સરકારના ગૃહ વિભાગનું ગુપ્તચર શાખા (I B વિભાગ) શું કરી રહ્યું છે ?? જયરાજસિંહ
- ગણપતિની પથ્થરની મૂર્તિને દુધ પીવડાવનારી, શંકર ભગવાનના પોઠિયાને ઘાસ ખવરાવનારી આ જમાતની ગળથુથી માં જ ટુચકા, ટોટકા ને દોરા-ધાગા અને તાવીજની સંસ્કૃતિ છે – જયરાજસિંહ
- ભાજપના રાજકીય ભુવાઓએ પહેલા લોકોની ‘શ્રદ્ધા’ નો વેપાર કર્યો હવે ‘અંધશ્રદ્ધા’ નો વેપાર કરી રહ્યા છે – જયરાજસિંહ
- અડધી રાતે અમિતશાહ ની ચોટલી કપાતાં હાર પર પડદો નાખવા મહિલાઓની ચોટલી કાપવાની ઘટનાઓ પર રૂપાણી સરકારે દુર્લક્ષ સેવ્યું છે – જયરાજસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી શ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાન થી આયાત થયેલા ચોટલી કાંડે રૂપાણી સરકારના અવૈજ્ઞાનિક અભિગમ ને ઉઘાડો પાડ્યો છે. આ અફવા ફેલાવનાર તત્વો પર તરતજ નિયંત્રણ લાવવાના બદલે દુર્લક્ષ સેવી ભાજપ સરકારે તેની પાછળ સંદિગ્ધ એજન્ડા હોવાનો સંદેહ પેદા કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો