ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ ની લાંબી માંદગી બાદ નિધન.- કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ શોકાંજલી પાઠવી
વલસાડ જિલ્લા કોંગ્રેસના પીઢ કોંગ્રેસી નેતા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ ની લાંબી માંદગી બાદ નિધન.- કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ શોકાંજલી પાઠવી.
વલસાડ જિલ્લા કોંગ્રેસના પીઢ નેતા પૂર્વ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી રહી ચૂકેલા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ ની લાંબી માંદગી બાદ નિધન થતાં પરિવારજનોમાં અને કોંગ્રેસ કાર્યકરોમાં શોકની લાગણી પ્રવર્તી હતી ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ વલસાડ જિલ્લામાં ખેડ સત્યાગ્રહના જમીનવિહોણા ખેડૂતોને જમીન બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી ખેડ સત્યાગ્રહ ના પ્રણેતા ઈશ્વરભાઈ દેસાઈના તેઓ તે સમયે જમણો હાથ કહેવાતા હતા તે બાદ તેઓ વલસાડ જિલ્લાના રાજકારણમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા 91 વર્ષની જૈફવયે તેઓનું આજે સવારે નિધન થયુ હતુ છેલ્લા એક માસથી નાદુરસ્ત તબીયત હતી. માત્ર પ્રવાહી લઇ રહ્યા હતા આજે તેમનું નિધન થતાં આવતીકાલે વહેલી સવારે તેમની અંતિમયાત્રા નીકળશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો