ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને અન્યાય કરતી ભારત સરકાર. : 21-03-2018

  • ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને અન્યાય કરતી ભારત સરકાર.
  • સમગ્ર દેશમાં ૬૦ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાને સ્વાયત્તતા આપવામાં ગુજરાતની માત્ર એક જ ખાનગી સંસ્થાનો સમાવેશ.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને માનવ સંશાધન મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં કાર્યરત કેન્દ્રીય યુનિવર્સિટી, રાજ્ય યુનિવર્સિટી, ખાનગી યુનિવર્સિટી અને કોલેજોને સ્વાયત્તતા આપવામાં ગુજરાતની માત્ર એક જ સંસ્થાનો સમાવેશ કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને ભારત સરકારે ભારોભાર અન્યાય કર્યાની વિગતો રજૂ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દેશમાં ઉચ્ચ શિક્ષણમાં કામ કરતી ૬૦ જેટલી સંસ્થાઓને સ્વાયત્તતા આપી છે. ૬૦ જેટલી સંસ્થાઓમાં પાંચ કેન્દ્રીય યુનિવર્સિટી, ૨૧ રાજ્ય યુનિવર્સિટી, ૨૪ ડીમ્ડ યુનિવર્સિટી અને બે ખાનગી યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવામાં આવી છે. સ્વાયત્તતા મળવાથી આ સંસ્થાઓને વિદેશના નિષ્ણાંત અધ્યાપકો, વિદેશી વિદ્યાર્થીઓ અને વિવિધ પ્રકારની નાણાંકીય મોટી મદદ મળતી હોય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note