ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા મતદાનના દિવસે પોલીંગ એજન્ટ નીમવા અંગે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ તેને પડકારવામાં : 08-12-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર ૨૧૯૯૧/૨૦૧૭ થી રીટ અરજી કરવામાં આવેલ. આ અરજીમાં ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા મતદાનના દિવસે પોલીંગ એજન્ટ નીમવા અંગે જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ તેને પડકારવામાં આવેલ. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયાની સૂચના મુજબ જે બૂથમાં પોલીંગ એજન્ટ નીમવાનો હોય તો તે પોલીંગ એજન્ટ તે જ બૂથનો મતદાર હોવો જોઈએ સુનાવણી દરમ્યાન અરજદાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એડવોકેટ શ્રી પંકજ ચાંપાનેરીએ દલીલમાં જણાવ્યું હતું કે, આવી સુચના કે માર્ગદર્શિકા લોકપ્રિતિનિધિત્વ ધારાની કલમ ૪૬ તેમજ ઈલેક્શન કન્ડક્ટ રૂલ્સની જોગવાઈઓ વિરૂધ્ધ છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો