ઈમાનદારીનો ઢોલ પીટતા શ્રી નરેન્દ્ર મોદીની પોલ ખુલી ગઈ : 23-12-2016

  • ઈમાનદારીનો ઢોલ પીટતા શ્રી નરેન્દ્ર મોદીની પોલ ખુલી ગઈ
  • સહારા – બિરલા કંપનીમાં ખુલ્લા પડેલા ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ થી શ્રી નરેન્દ્ર મોદી કેમ ભાગી રહ્યા છે ? કેમ ડરી રહ્યા છે ? દેશની જનતા જાણવા માંગે છે

“ખાતો નથી અને ખાવા દેતો નથી” તે પ્રકારે મોટી મોટી વાતો કરી ચુંટણીમાં મત મેળવનાર શ્રી નરેન્દ્ર મોદીના જુમલાગીરી – ભ્રષ્ટાચાર અંગે મહેસાણાની સભામાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ખુલ્લા કરેલા “કચ્ચાચીઠ્ઠા” ને લીધે ભાજપ અને તેના પદાધિકારીઓ હેબતાઈ ગયા છે. ત્યારે આડીઅવળી વાતો કરવાને બદલે શ્રી નરેન્દ્ર મોદી જવાબ આપે કે, સહારા – બિરલા કંપનીઓ કરોડો રૂપિયા અંગે તપાસ કરવા માંગે છે કે નહિ તેવો સીધો પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ૩૦ મહિનાના કેન્દ્રના મોદી શાસનમાં રોજ નવી નવી વાત કરવી, નવા નવા ડ્રેસ પહેરવા અને નવા નવા તુક્કા જાહેર કરવાને લીધે પ્રજા મોંઘવારી, બેરોજગારીનો માર સહન કરી રહી છે. નોટબંધીના અવિચારી પગલા, આયોજનના અભાવે દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note