ઈન્જેકટેબલ પોલીયો વેક્સીન(IPV) વેક્સીનના ડોઝ : 17-11-2017

માનવ જીવન સાથે અતિશય ગંભીર ચેડા ભાજપ સરકાર કરી રહ્યાનો પર્દાફાશ થયો. પોલીયો એક એવી બીમારી  છે કે જે એક વખત થાય તો પછી  તેની કોઈ સારવાર નથી અને માણસ આજીવન અપંગ બની દર્દનાક જીવન જીવે છે. પોલીયો ન થાય તે માટે ઈન્જેકટેબલ પોલીયો વેક્સીન(IPV) વેક્સીનના ડોઝ આપવાના હોય છે.  IPV વેક્સીન ૨ ડીગ્રી સેન્ટીગ્રેડ અને ૮ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વચ્ચે જ રાખવાથી સુરક્ષિત રહે  છે. જો તાપમાન વધારે મળી જાય તો વેક્સીન નકામાં થઈ જાય છે અને તેનો ઉપયોગ ન કરવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તથા વેક્સીન બનાવનાર કંપની લખીને આપે છે તેમ છતાં ભાજપની સરકાર નકામાં થઈ ગયેલા અને વાપરવા યોગ્ય ન હોય તેવા વેક્સીન ગુજરાતના બાળકોને આપે છે જે ગુનાહિત કૃત્ય બાબતના આધાર પુરાવા પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ થયા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note