ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાની મુદ્દત વધારવા કોંગ્રેસની માંગ : 25-07-2018
- ઈન્કમટેક્ષ રીટર્ન ભરવાની મુદ્દત તારીખ તા. ૩૧-૮-૨૦૧૮ સુધી લંબાવવા કોંગ્રેસના સી.એ. સેલ દ્વારા આજરોજ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્ષ – ગુજરાતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં કોંગ્રેસના સી.એ. સેલ દ્વારા જણાવાયું છે કે, ઈન્કમટેક્ષ ફોર્મમાં તા. ૧૪-૭-૨૦૧૮ સુધી ફેરફારો થયા છે જેના કારણે કરદાતાઓમાં મૂંઝવણ ઉભી થયેલી છે. આ ઉપરાંત ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયેલ હતો જેના કારણે સામાન્ય જનતાને છેલ્લી તારીખ સુધીમાં રીટર્ન ભરવું મુશ્કેલ બન્યું હતું. જીએસટી કાયદા અન્વયે નાના ધંધાર્થીઓને ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક રીટર્ન જીએસટી-૧ ભરવાની આખરી તારીખ પણ ૩૧-૭-૨૦૧૮ છે આ સાથે ટીડીએસના પ્રથમ ત્રિમાસિક રીટર્ન ભરવાની પણ આખરી તા. ૩૧-૭-૨૦૧૮ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો