ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાળ ડોક્ટર્સના સમર્થનમાં કે ભાજપના ? જયરાજસિંહ : 16-06-2019
પશ્ચિમ બંગાળમાં એક અનિચ્છનીય અને નિંદનીય ઘટના બની જેનો ભોગ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક જુનીયર ડોક્ટર બન્યા. સરકારના જડ વલણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને ત્યાંના ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા. દર્દીઓના સગાઓ દ્વારા એક તબીબ પર હમલો થાય એ માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં દેશના કોઈપણ ખુણે આ પ્રકારની ઘટનાનું સમર્થન હોઈ જ ના શકે. તબીબ ક્યાંક લાલચુ હોઈ શકે પણ કાતીલ તો કદીય ના હોઈ શકે. કોઈપણ ડોક્ટર તેના દર્દીને જાણી જોઈને નુકસાન ના જ પહોંચાડી શકે તે સૌ એ સમજવાની જરૂર છે તેવી જ રીતે જમણાના બદલે ડાબો પગ કપાઈ જાય ત્યારે દર્દીના પરિવાર પર શું વીતે તે મેડીકલ કાઉન્સીલ કે એસોસિએશને પણ સમજવાની જરૂર છે. ખરેખર ખાસતો જનતાએ પણ સમજવાની જરૂર છે કે ખાટલે ક્યાં ખોડ છે ???
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો