‘આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે’ – જગદીશ ઠાકોર : 03-03-2022
ભાજપ સરકારના વિદાય સમારંભ સમયે જાહેર કરેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ, જુની જાહેરાતોના નામો બદલવા અને અમલીકરણના નામે કોઈ હિસાબ નહિ તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે’. નક્કર પગલાં કે કામગીરીમાં ના માનતી ભાજપ સરકારે ભૂતકાળમાં કરેલી વાતો અને વચનો હજુ સુધી પૂર્ણ કર્યા નથી અને આ વર્ષે ફરીથી માત્ર કાગળ પર મોટી મોટી વાતો અને જાહેરાતો કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો