આ અંદાજપત્ર આશાઓ જગાવવાને બદલે વધુ ચિંતાઓ પેદા કરનારું છે. : શ્રી અહમદભાઈ પટેલ
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભારે આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે ૨૦૧૬-૧૭નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. પરંતુ, આ અંદાજપત્ર આશાઓ જગાવવાને બદલે વધુ ચિંતાઓ પેદા કરનારું છે. વિશેષત: અર્થતંત્ર પુન: જોમવંતુ બનાવવાની સરકારની ક્ષમતા પરત્વે ચિંતા થાય તેવું આ બજેટ છે. બિહારમાં તેમના કારમાં પરાજય બાદ એન.ડી.એ. સરકાર પોતે ગરીબો તરફી અને ખેડૂતો તરફી હોવાની છબી ઉપસાવવા માંગે છે, પરંતુ તેમની કરની અને કથની વચ્ચે (શબ્દો અને પગલાં વચ્ચે) સ્પષ્ટ વિરોધાભાસ છે. કેન્દ્રીય અંદાજપત્ર જોતાં એવું સ્પષ્ટ થાય છે કે, તે કૃષિ અને સામાજીક ક્ષેત્રે ખર્ચને પહોંચી વળ્યા નથી. આ અંદાજપત્રથી દેશના ખેડૂતોની સમસ્યા હલ નહીં થાય, કેન્દ્રીય અંદાજપત્રમાં નિકાસ અને રોજગારી સર્જનમાં ઘટાડા વિષે કશો જ ઉલ્લેખ નથી. તેમાં દેશના નાગરિકોની સલામતીના પ્રશ્નોની ઉપેક્ષા કરવામાં આવી છે અને તે આદિવાસીઓ અને દલિતોના હિતની વિરુદ્ધનું છે.
અર્થતંત્ર સામેનો પડકાર, અંદાજપત્ર ભાષણમાં જણાવવામાં આવ્યું છે તેમ, રાજકીય અવરોધનો નથી, પરંતુ શાસનની કલ્પનાશીલતાનો છે. કોંગ્રેસ પક્ષ પર ૬૦ વર્ષ સુધી નિષ્ફળતાનો આક્ષેપ કર્યા બાદ, જે ઉત્સાહથી તેમણે કેન્દ્રીય અંદાજપત્રમાં કોંગ્રેસના શાસન વખતની યોજનાઓ અપનાવવાની ફરજ પડી છે ત્યારે તેમના અગાઉના ભાષણો અને નિવેદનો હાસ્યાસ્પદ સાબિત થાય છે.
કેન્દ્રીય અંદાજપત્રની મુખ્ય ચિંતાજનક બાબતો :
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note