આર્થિક પછાત વર્ગને ૧૫ થી ૨૦ ટકા અનામતનો લાભ આપો : કોંગ્રેસ
પાટીદારો દ્વારા છેલ્લા ત્રણેક મહિનાથી ચલાવી રહેલા અનામત આંદોલનને મુદ્દે કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમ વાર જ પોતાના વલણની સ્પષ્ટતા કરવામાં આવી છે. અત્યારની સ્થિતિમાં આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ગુણવત્તાવાળુ શિક્ષણ તેમજ રોજગાર મળી શકતા નથી. માટે ઇકોનોમિકલી બેકવર્ડ કેટેગરી (EBC) ના યુવક- યુવતીઓ તથા વિદ્યાર્થીઓને ૧૫થી ૨૦ ટકા અનામતનો લાભ મળવો જોઇએ એવી માગણી પણ કરી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને કોંગ્રેસે ગુજરાતના પ્રભારી ગુરૃદાસ કામતે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ સામાજીક ન્યાયના સિધ્ધાંતોને વરેલો પક્ષ છે. તેના માટે પૂરી પ્રતિબધ્ધતા છે. સંવિધાનની જોગવાઇ મુજબ અનુસૂચિત જાતિ, જનજાતિ તથા બક્ષિપંચને મળતી અનામતની ૪૯ ટકામાં કોઇપણ પ્રકારનો ફેરફાર કે સુધારો કોંગ્રેસ કરવા દેશે નહી.
આમ છતાં બદલાતા જતા સમયમાં ગુજરાતમાં શિક્ષણ અત્યંત મોંઘુ થઇ ગયું છે. રોજગારીની સમસ્યા પણ મોટી છે. બીન અનામત વર્ગના આર્થિક રીતે નબળા પરિવારોના સંતાનોને પણ ન્યાય મળવો જોઇએ. તેના સંતાનોને સારુ શિક્ષણ તથા રોજગારી મળી શકે તે માટે ૧૫થી ૨૦ ટકા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અનામતનો લાભ આપવો જોઇએ.
સરકાર સમક્ષ આવી માગણી કરતી કોંગ્રેસે ચિમકી આપી છે કે જો આવો લાભ આપવામાં નહી આવે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં આંદોલન શરૃ કરાશે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-congress-in-charge-kamat-gurrdasa