આનંદીબેન પટેલના બે વર્ષના ભ્રષ્ટ અને નિષ્ફળ શાસન : 23-05-2016
ભાજપ સરકારે ગુજરાતીઓના સ્વાભિમાન અને પ્રતિષ્ઠા પર ઘા કર્યો છે. જોર અને જાહેરાતના આનંદીબેનના બે વર્ષના શાસન દરમ્યાન તેમનો પરિવાર અને મળતિયા માટે બન્યા આલિશાન બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં આનંદીબેન સરકારના ભ્રષ્ટ અને નિષ્ફળ શાસન પર આકરાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના મુખ્યમંત્રી ગુજરાત નંબર – ૧ અને મોડેલ સ્ટેટ તરીકેનો દાવો કરે છે પરંતુ હકીકત તેનાથી વિપરીત છે. ટાટા ને ૩૩૦૦૦ કરોડની ખેરાત અને જી.એસ.પી.સી. – કેજી બેસીનમાં રૂા. ૨૦,૦૦૦ કરોડનું કૌભાંડ કર્યું છે. આમ, ૫૩,૦૦૦ કરોડ ગુજરાતની પ્રજાના સુખાકારી અને સમૃધ્ધિ માટે ખર્ચ કર્યો હોત તો આજે ગુજરાત દેશનું નંબર ૧ સમૃધ્ધ રાજ્ય બની ગયુ હોત.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો