આનંદીબહેનના પુત્રી, પુત્ર, જમાઇ પાવડો-તગારૂં લઇ ભ્રષ્ટાચાર કરે છે
મોઢવાડિયાનો મુખ્યમંત્રી ઉપર ખુલ્લો આક્ષેપ
ગાંધીનગરમાં ઓબીસી,એસસી,એસટી સદભાવના ધરણાં કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને નિશાન બનાવી આકરા આક્ષેપો કરતાં જણાવ્યું કે, ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો કોઇ તોટો જ રહ્યો નથી. ખુદ મુખ્યમંત્રી આનંદીબહેનના પુત્ર,પુત્રી અને જમાઇ જ જાણે પાવડો-તગારૃ લઇને ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.આજે ગુજરાતમાં આનંદીબેન પટેલનું શાસન અહંકારથી ખદબદે છે. કોંગ્રેસના વખતમાં પ્રજા-કાયદાનું રક્ષણ કરે તેવા પ્રમાણિક જીલ્લા પોલીસવડા – કલેક્ટરની નિમણૂંકો થતી હતી આજે મુખ્યમંત્રીએ આ પદની નિમણૂંકોના જાણે નિયમો બદલ્યાં છે. આજે જે ડીએસપી – કલેક્ટર મુખ્યમંત્રીના સભા માટે ટોળા એકઠાં કરે , ધૂમ ભ્રષ્ટાચાર કરે , ભાજપના ટોચના આગેવાનોને ખુશ રાખે તેમની નિમણૂંક થઇ રહી છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-congress-anandiben-arjun-modhwadia-corruption