આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવ ગાંધીની પ્રતિમાનું અનાવરણ

આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવ ગાંધીની પ્રતિમાનું અનાવરણ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી ગુરૂદાસ કામતજીના વરદ્ હસ્તે રાષ્ટ્રીય અધ્યક્ષાના રાજકીય સચિવ શ્રી અહમદભાઈ પટેલ (સાંસદ)ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી ભરતસિંહ સોલંકી, અને કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહજી વાઘેલા, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી ઈરશાદ બેગ મિરઝા, દિપકભાઈ બાબરીયા, શ્રી પરેશભાઈ ધાનાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ત્યાગ, તપસ્યા અને ઉપાસનાના ત્રિવેણી સંગમસમા સેવાના પર્યાય પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતા કાર્યક્રમના અંતે બે મીનીટનું મૌન પાળીને તેઓને સ્મરણાંજલી – પુષ્પાંજલી અર્પણ કરવામાં આવ્યા હતા.